Friday, March 20, 2015

KP Network

કોમ્પ્યુટર ને સીક્યોર રાખવાની ૯ ટીપ્સ

કોમ્પ્યુટર ને સીક્યોર રાખવાની ૯ ટીપ્સ

Computer Security

આજકાલ દરેક કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટનું જોડાણ જોવા મળે છે. ઈન્ટરનેટના વ્યાપ સાથે સીસ્ટમ વુલનરેબીલીટીઝ પણ વધતી જાય છે. સીક્યુરીટી પ્રોગ્રામ વગર કોઈપણ કોમ્પ્યુટરમાં વાઇરસ, સ્પાઈવેર, મેલવેર જેવી  વુલનરેબીલીટીઝ ની શક્યતાઓ વધી જાય છે અને તેથી બેકડોર ના માધ્યમથી સીસ્ટમ હેક થવાની શક્યતાઓ પણ વધી જાય છે. કોર્પોરેટ કે કંપનીમાં તો પોતાના સીસ્ટમ એડમીન કે સીક્યુરીટી પ્રોફેશનલ્સ હોય છે પરંતુ પર્સનલ કોમ્પ્યુટર યુઝર્સ આવા બેકડોરની ચિંતા ઓછી કરે છે. પરંતુ તમારા સેવ કરેલા પાસવર્ડ અને બીજી માહિતી આસાનીથી મેલવેર કે સ્પાઈવેર રીમોટ કોમ્પ્યુટર કે સર્વર પર મોકલી શકે છે. અને વાઇરસથી ઘણું ડેમેજ થઇ શકે છે.  આવું કઈ રીતે બને છે અને કોઈ હેકર્સને તમારા કોમ્પ્યુટરમાં શું રસ હોય અને તે કઈ રીતે ઘૂસે છે તે આપણે વિગત વાર હવે પછીના લેખ માં જોઈશું. આ વિષે તમને કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટ્સમાં પૂછી શકો છો. અત્યારે આપણે કોમ્પ્યુટરને કઈ રીતે સીક્યોર રખાય તે વિશેની થોડી ટીપ્સ જોઈએ.

૧. કોમ્પ્યુટરને પહેલેથી એન્ટી-વુલનરેબીલીટીઝ ની રસી(સોફ્ટવેર) મુકાવો:

kaspersky 2012 Antivirus

કોમ્પ્યુટર વાઇરસ એવા કોડથી બનેલા હોય છે જે કોમ્પ્યુટરમાં ઘણુંજ નુકશાન કરી શકે છે. ચેતતા નાર સદા સુખી, રૂપે સારું અને કમ્પ્લીટ એન્ટી-વાઇરસ સોફ્ટવેર જેવા કે Kaspersky, McAfee વગેરે ઇન્સ્ટોલ કરી લો. અને માઈક્રોસોફ્ટનું સિક્યુરીટી એસેન્સિઅલ અહી થી ડાઉનલોડ કરી લો http://windows.microsoft.com/en-GB/windows/products/security-એસ્સેન્તિઅલ્સ  અને તમે AVG એન્ટીવાઇરસ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો તેની લીંક – http://free.avg.com/gb-en

૨. તમારું firewall ચેક કરો:

Windows Firewall

firewall સોફ્ટવેર બેઝ્ડ પણ હોઈ શકે છે અને હાર્ડવેર બેઝ્ડ પણ હોઈ શકે છે. તે ઈન્ટરનેટ પર મોકલાવનારા અને ઈન્ટરનેટ પરથી આવનારા ડેટાને ફિલ્ટર અને મોનીટર કરે છે. તે નેટવર્ક કે ઈન્ટરનેટ પરથી કોઈને તમારા કોમ્પ્યુટરને પરમીશન વગર એક્સેસ કરવા દેતું નથી. વિન્ડોઝ માં firewall ઇનબિલ્ટ જ આવેલું હોય છે. તમારે ઈન્ટરનેટ કનેક્ટ કરતા પહેલા firewall ઓન છે એ ચેક કરી લેવું જોઈએ.

click Start -> Control Panel -> System -> Security -> Check Firewall Status. ત્યાં firewall status ઓન હોવું જોઈએ.

૩. કોમ્પ્યુટરને હમેશા અપડેટેડ રાખો:

કોમ્પ્યુટરને વુલનરેબીલીટીઝથી બચાવવા તમારે નિયમિત રૂપે ચેક કરતુ રહેવું જોઈએ કે કોમ્પ્યુટર અપડેટેડ છે અને બધા જરૂરી patches ઇન્સ્ટોલ થઇ ચુક્યા છે. આવા અપડેટ ઓપરેટીંગ સીસ્ટમની ખામીઓ દુર કરે છે અને નવા ફીચર્સ આવ્યા હોય તો એ એડ કરે છે. તમે સ્ટાર્ટમેનુ માં જ windows update નું ઓપ્શન જોઈ શકો છો. અથવા ઓટોમેટીક અપડેટ પણ સેટ કરી શકો છો.

૪. પાસવર્ડ:

Password Checker Using Strong Passwords Microsoft Security

હમેશા ધ્યાન રાખો કે કોમ્પ્યુટરના દરેક યુઝર્સ એકાઉંટને લોગીન થવા માટે પાસવર્ડ હોય. પાસવર્ડ સેટ કરવા માટે

Start -> Control Panel -> User Accounts and Family Saftey -> change your Windows Password

પાસવર્ડ હમેશા આસાનીથી અંદાજ લગાવી ન શકાય તેવો ન રાખવો જોઈએ. પાસવર્ડમાં કેપિટલ અક્ષર, નંબર્સ અને સ્પેસીઅલ કેરેક્ટર્સનું કોમ્બીનેશન હોય અને ઓછા માં ઓછા આઠ અક્ષર વાળો હોય તો તે સ્ટ્રોંગ પાસવર્ડ ગણાય છે. તેમાં તમારું નામ કે અટક ના હોવી જોઈએ.

૫. પહેલેથી જ વોર્નિંગ આપે તેવા સોફ્ટવેર:

threats

મોટા ભાગે કોમ્પ્યુટરમાં વાઇરસ ઈન્ટરનેટ પરની વાઇરસથી અફેક્ટેડ વેબસાઈટમાં થી જ આવતા હોય છે. આવી વેબસાઈટથી બચવા માટે McAfee SiteAdvisor tool અથવા AVG tool ડાઉનલોડ કરો.

૬. એડમીન એક્સેસને માર્યાદિત કરો:

user-accounts

આ સારો આઈડિયા છે કે હમેશા standard user account થી જ લોગીન થવું. Administrator કે એડમીન રાઈટ્સ વાળા એકાઉંટથી ત્યારે જ લોગીન થવું જયારે મોટા ચેન્જીસ કરવા હોય જેવા કે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું કે અનઇન્સ્ટોલ કરવું વગેરે… standard user account બનાવવા માટે Control Panel  >> Add or Remove User Accounts -> Create new account – ત્યાં Standard User સિલેક્ટ કરો અને નામ આપો. તેને પાસવર્ડ આપવાનું ભૂલતા નહિ.

૭. હમેશા ડાઉનલોડ કરેલી ફાઈલ વાઇરસ વાળી નથી તે ચેક કરો:

VirusTotal Free Online Virus Malware and URL Scanner

જયારે તમે કોઈ ફાઈલ ડાઉનલોડ કરો ત્યારે તે વાઇરસ ઇન્ફેકટેડ નથી તે ચેક કરી લો. F-Secure’s Online Scanner એ ઓનલાઈન વાઇરસ સ્કેનર છે. અહી તમે ફાઈલને અપલોડ કરો અને સ્કેનર ફાઈલને ટેસ્ટ કરી લેશે. તમે Virustotal વેબસાઈટ પણ વિઝીટ કરી શકો છો. આ વેબસાઈટ ફાઈલને વાઇરસ ચેક કરી આપે છે.

૮. ઓનલાઈન બેકઅપ:

Windows Live skydrive

Skydrive   માઈક્રોસોફ્ટની વેબસાઈટ છે જેમાં તમે તમારા લાઇવ યુઝરનેમ અને પાસવર્ડથી લોગીન કરી અને તમારી બધી કામની ફાઈલ સિલેક્ટ કરી અને અપલોડ કરી શકો છો. ઓનલાઈન બેકઅપ માટે વધારે માહિતી માટે તમારા કોમ્પ્યુટરમાં રહેલા ડેટાને કોઈપણ જગ્યાએથી એક્સેસ કરવાની ટીપ્સ લેખમાં ઓપ્શન ૧ માં આપેલી માહિતી જુઓ.

૯. pc checkup પણ try કરી શકો છો.

Free Online Tools Virus Online Scanner ITHealth Check FSecure

F-Secure ની Health ચેચ્ક વેબસાઈટ pc ની હેલ્થ ચેક કરી આપે છે. અહી તમારા કોમ્પ્યુટરની કમ્પ્લીટ હેલ્થ ચેક કરી અને ડીટેઇલ માં રીપોર્ટ આપે છે. નોંધ: ક્યારેય ઈન્ટરનેટ પર ના પોપ-અપ વિન્ડો કે જે pc health Check માટેના હોય, તેમાં કદી ક્લિક કરવી નહિ.

 






બ્લોક કરાયેલી વેબસાઈટ કેવી રીતે એક્સેસ કરવી

Written by જયશ્રી on. Posted in ટેક્નોલોજી

 

ઘણી વખત સ્કુલ, ઓફીસ વગેરે જગ્યાએ ઘણી વેબસાઈટ અને ખાસ કરીને સોસીઅલ વેબસાઈટ જેવી કે Google News, Typepad, ebay, Blogger blogs, YouTube, Facebook, Bebo, Myspace, Orkut, MySpace, Pandora, Bebo, Photobucket, Yahoo! Messenger, AOL AIM, Flickr, last.fm, Yahho Mail, Rediff Mail, Share Market, GMAIL etc. બ્લોક કરવામાં આવેલી હોય છે. આ લેખમાં આપણે તેને કઈ રીતે એક્સેસ કરવી તે જોઈશું.

ઓપ્શન ૧:

તમે Yahoo Babelfish અથવા Google Translate  જેવા ટૂલ્સનો પ્રોક્ષી સર્વરની જેમ ઉપયોગ કરો. આમાં તમારે બંને ભાષા સરખી જ રાખવાની છે જેમકે ઈંગ્લીશ ટુ ઈંગ્લીશ. નીચેનો ફોટો જુવો.

ઓપ્શન ૨:

Anonymous Surfing : http://zend2.com/  http://www.browser9.com/ અને http://www.vtunnel.com/ જેવી ઘણી બધી પ્રોક્ષી વેબસાઈટ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.આ એવી વેબસાઈટ હોય છે જે તમારા કોમ્પ્યુટર અને નેટવર્ક ની ઓળખ ઈન્ટરનેટ પર છુપી રાખે છે.

List of Proxy website

ઓપ્શન ૩:

ગૂગલ કે યાહુ સર્ચમાં url થી સર્ચ કરો અને cached વર્ઝન જુઓ

ઓપ્શન ૪:

બ્રાઉઝરમાં વેબસાઈટના નામના બદલે તેનું આઈપી અડ્રેસ ટાઇપ કરો જેમકે www.facebook.com ના બદલે 69.171.229.11 અને એન્ટર કરો. આ ટ્રીક ત્યારે જ કામ કરે છે જયારે તમારું બ્લોકીંગ સોફ્ટવેર અથવા ફાયરવોલ આઈપી અડ્રેસ ટુ વેબ સર્વિસ એટલે કે રીવર્સ ડી.એન.એસ લુકપ વાળું ના હોય. વેબસાઈટની આઈપી અડ્રેસ જોવા માટે કમાંડ પ્રોમ્પ્ટ પર “ping www.tahukar.com” લખશો તો તમને ટહુકાર.કોમ આઈપી અડ્રેસ મળી જશે આવી રીતે કોઈપણ વેબસાઈટનું આઈપી અડ્રેસ મેળવી શકાય છે અથવા tracert www.tahukar.com” ટાઇપ કરો તો પણ આઈપી અડ્રેસ મળી જશે અથવાhttp://www.selfseo.com/find_ip_address_of_a_website.php આ વેબસાઈટ પર ક્લિક કરો અને ત્યાં વેબસાઈટનું નામ ટાઇપ કરો અને તમને આઈપી અડ્રેસ મળી જશે.

ઓપ્શન ૫:

anonymizer જેવા ઘણા સોફ્ટવેર અને વેબસાઈટ છે જે બ્લોક થયેલી વેબસાઈટને તેના સારવારમાં ફેચ કરે છે અને ત્યાંથી તમને ડિસ્પ્લે કરે છે. આ રીતમાં તમે anonymizer ની વેબસાઈટમાં પેજ જુઓ છો ના કે બ્લોક થયેલી વેબસાઈટ.

ઓપ્શન ૬:

ગૂગલ મોબાઈલ સર્ચ: ગૂગલ મોબાઈલ ડિવાઇસ માટે  નોર્મલ એચટીએમએલ વાપરે છે. અને પેજને નોર્મલ એચટીએમએલ માં ટ્રાન્સલેશન વખતે જાવા સ્ક્રીપ્ટ અને સીએસએસ સ્ક્રીપ્ટ કાઢી નાખે છે. અને મોટા પેજને નાના પેજમાં ફેરવી નાખે છે. આટલા ફેરફાર કર્યા પછી મોટા ભાગના વેબસાઈટ બ્લોકીંગ સોફ્ટવેરમાંથી બાયપાસ શક્ય છે.

ઓપ્શન ૭:

tinyurl.com અને snipurl.com જેવી વેબસાઈટ url રીડાયરેક્ટનું કામ કરી આપે છે. જેમ કે http://tahukar.com/technology/how-to-access-personal-data-on-home-computer-from-anywhere/ જેવી લીંકને http://tinyurl.com/૬વ્વ૨ર્ન્લ આવી નાની લીંકમાં બદલી શકાય છે.

 

WINDOWS નો કોઈપણ પ્રોગ્રામ LINUX માં ચલાવો આસાનીથી

મિત્રો આપણી શાળાઓમાં આપણને જે કમ્પ્યુટર આપવામાં આવેલ છે તેમાં ઓપેરેટિંગ સિસ્ટમ લીનક્ષ છે જેના કારણે windows ના પ્રોગ્રામ ખાસ કરીને MS office તથા અન્ય બધાજ પ્રોગ્રામસ ઇન્સ્ટોલ કરવામાં શિક્ષકોને ઘણી બધી મુશ્કેલીઓ નડી રહી છે.

પણ હવે આપને મુશ્કેલીઓ નડશે નહિ.કારણકે આપ હવે લિનક્ષ ઓપરેટીંગ સીસ્ટમ વાળા કોઈપણ કોમ્પ્યુટરમાં વિન્ડોવ્સના કોઈપણ પ્રોગ્રામને ચલાવી શકશો.કેવી રીતે? તો જાણો.

windows નો કોઈપણ પ્રોગ્રામ લિનક્ષ માં રન કરવા માટે આપણને આપેલા કમ્પ્યુટરની અંદર એક સરસ મજાનો પ્રોગ્રામ આપેલો છે જેનું નામ છે wine. તેની મદદથી આપણે આ બધા પ્રોગ્રામને ચલાવી શકીએ છીએ. ઉદાહરણ થી સમજીએ.

        ધારોકે આપણે MS-OFFICE ને LINUX વાળા કમ્પ્યુટર માં install કરવું છે તો આ પ્રમાને કરવું.

સૌ પ્રથમ DOWNLOAD કરો અથવા PENDRIVE ની મદદથી કોમ્પ્યુટર માં MS-office વાળા ફોલ્ડર ને ઓપેન કરો તથા તમામ file ને સેલેક્ટ ઓલ કરીને COPY કરો પછી DESKTOP પર અન્ય એક કોઈપણ નામનું ફોલ્ડર બનાવીને તેમાં PASTE કરો.હવે DESKTOP પરના ફોલ્ડર ને ઓપેન કરતા સેટપ માટેની .EXE ફાઈલ દેખાશે.તેના પર રાઈટ ક્લિક કરીને PROPERTIES પર ક્લિક કરશો તો તમને એક વિન્ડો દેખાશે જેમાં PERMISSION પર ક્લિક કરો.તમને એક બીજી વિન્ડો ખુલેલી દેખાશે તેમાં EXECUTABLE ની સામેના ખાનામાં ખરાનું નિશાન કરીને વિન્ડો બંદ કરીદો.ત્યારબાદ સેટપ માટેની તેજ .EXE વાળી ફાઈલને રાઈટ ક્લિક કરીને OPEN WITH WINE પર ક્લિક કરો અને તમારા પ્રોગ્રામને install થવા દો . install થઇ જાય પછી તે પ્રોગ્રામને ખોલવા માટે નીચેના પગલા અનુસરો.

 

સૌપ્રથમ ડેસ્કટોપ પર જઈને લેફ્ટ કોર્નેર પર જઈને ક્લિક કરતા તમને લાસ્ટ ROW માં wine લખેલું દેખાશે તેના પર ક્લિક કરતા તમને PROGRAMS દેખાશે તેના પર ક્લિક કરો તમને તમારો windows નો પ્રોગ્રામ દેખાશે તેના પર ક્લિક કરો અને તમારું કામ શરુ કરો.

 

KP Network

About KP Network

Author Description here.. Nulla sagittis convallis. Curabitur consequat. Quisque metus enim, venenatis fermentum, mollis in, porta et, nibh. Duis vulputate elit in elit. Mauris dictum libero id justo.

Subscribe to this Blog via Email :